Wednesday, 29 June 2016

વરસાદને વિનંતીપત્ર રોજ રોજ આમ નખરા ન કર , ખોટા ખોટા આમ વાયદા ન કર . દાનત હોય વરસવાની , વર્ષી જા , બિનજરુરી આંટા ફેરા ન કર . સારું નથી લાગતું આ બધું તને , હાલત પર અમારી હસ્યા ન કર . સો વાતની બસ એક જ વાત , લાંબી લાંબી આમ ચર્ચા ન કર . વિનંતીઓ , પ્રાર્થનાઓ સૌ કરે છે , હવે વધારે રાહ જોવડાવ્યા ન કર .
Share:

Related Posts:

0 comments:

Post a Comment